અગરિયાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના મજબૂત પગલાં: મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા હેઠળ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો
ગાંધીનગર, ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા અગરિયાઓના જીવનસ્તર ઊંચું લાવવાનો તથા મીઠા ઉદ્યોગના સમૃદ્ધ વિકાસનો નવો ઐતિહાસિક અધ્યાય લખવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી “સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની” બેઠકમાં આ દિશામાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ બેઠકમાં મીઠું પકવતાં અગરિયા સમાજના હિત માટે…