દક્ષિણ આફ્રિકાનો નવો પડોશી હરીફ: 17 ઓક્ટોબરે પ્રથમવાર નામિબિયા સામે ઐતિહાસિક મુકાબલો — વિન્ડહોકમાં નવા સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ થશે
આફ્રિકન ખંડના ક્રિકેટ ઈતિહાસમાં 17 ઑક્ટોબરનો દિવસ સોનેરી અક્ષરોથી લખાશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પ્રથમવાર પોતાના પડોશી દેશ નામિબિયા સામે એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મુકાબલો વિન્ડહોકના નવીનતમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં યોજાશે, જેનું આ પહેલું જ આંતરરાષ્ટ્રીય આયોજન હશે. આશરે 7 હજાર દર્શક ક્ષમતા ધરાવતા આ મેદાનનું ઉદ્ઘાટન પણ આ જ…