જામનગરમાં ગણેશચતુર્થી-૨૦૨૫ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની વિશાળ ઉજવણી: શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે ૫ લાખનો પ્રથમ પુરસ્કાર, ત્રણ દિવસીય રમતોના આયોજનો સાથે કલેક્ટર અને કમિશ્નરશ્રીની અપીલ
જામનગર જિલ્લાના કલેક્ટરશ્રી કેતન ઠક્કર તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન. મોદીની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલ ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં આવનારી શ્રી ગણેશચતુર્થી-૨૦૨૫ અને નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની ઉજવણી માટેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગણેશોત્સવને સામાજિક-સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાતમાં વિશેષ સ્થાન છે. રાજ્ય સરકાર આ પરંપરાને લોકકલાના પ્રોત્સાહન અને પર્યાવરણ સંરક્ષણ સાથે…