જામનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી : શહેરમાંથી 738 ગેરકાયદે બોર્ડ-બેનરો અને ત્રણ મંડપો જપ્ત, જાહેર જગ્યાઓને સ્વચ્છ બનાવતા એસ્ટેટ વિભાગની ટીમનો અભિયાન શરૂ
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રીતે લગાડાયેલા હોર્ડિંગ્સ, બેનરો, કી-ઓસ્ક બોર્ડ તથા રોડ ઉપર ઉભા કરાયેલા મંડપોની વધતી સંખ્યા તંત્ર માટે માથાનો દુખાવો બની ગઈ હતી. તહેવારોની સિઝન દરમિયાન વેપારીઓ, રાજકીય સંગઠનો, ધાર્મિક ટ્રસ્ટો અને વિવિધ ઇવેન્ટ આયોજકોએ મંજૂરી લીધા વિના જાહેર સ્થળો પર જાહેરાત માટે બોર્ડ-બેનરો લગાવ્યા હતા. રસ્તાઓ, વીજપોલ, સ્ટ્રીટ લાઈટના થાંભલા,…