જામનગરમાં ડોર ટુ ડોર કચરા ઉપાડણમાં ટેન્ડરનો ઉલાળ્યો : ઓછા માણસો રાખી કોન્ટ્રાક્ટરો ચલાવે છે ધંધો, તંત્રની આંખ મીંચામણથી નાગરિકો મુશ્કેલીમાં
જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા વર્ષોથી “ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન” યોજના ચલાવી રહી છે. નાગરિકો પોતાના ઘરની બહાર કચરો ન ફેંકે અને શહેરમાં સ્વચ્છતા જળવાય એ હેતુથી દરરોજ કચરા ઉપાડતી ગાડીઓ નક્કી કરાયેલા રૂટ મુજબ ફરતી હોય છે. પરંતુ હવે આ વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી નાગરિકો…