“શ્વાસ રોકી દેતો પળો” : ચેમ્બુરના ગુજરાતી સિનિયર સિટિઝનની શ્વાસનળીમાં સરકેલી ડેન્ટલ કૅપ, ડૉક્ટરોની કુશળતાએ ફક્ત ૧૦ મિનિટમાં બચાવ્યો જીવ
દિવાળીના ઉજાસ વચ્ચે આનંદ અને ઉત્સાહથી ભરેલો માહોલ હતો. લોકો પોતાના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ માણી રહ્યા હતા. પરંતુ એ જ દિવસોમાં મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રહેતા એક ગુજરાતી સિનિયર સિટિઝન માટે એ દિવસ જીવલેણ સાબિત થતો બચ્યો. એક સામાન્ય દંત સારવાર દરમિયાન થયેલો નાનો અકસ્માત એવી સ્થિતિએ પહોંચ્યો કે તેમના જીવ પર સંકટ ઊભું થઈ…