જામનગર ઢોરના ડબ્બામાં ગાયોની દયનિય સ્થિતિ સામે કરણી સેના અને ગૌરક્ષકોનો આક્રોશ: પાલિકા સમક્ષ આવેદનપત્ર પાઠવાયું
જામનગર, તા.૨૮ જૂન:જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી ગાયોને પકડીને ઢોરના ડબ્બામાં મૂકાશે તેવી પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં ઢોરના ડબ્બામાં રહેલી ગાયોની દયનિય સ્થિતિ સામે ગૌરક્ષક સંગઠનો અને કરણી સેના દ્વારા ઉગ્ર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે પાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયોની ઢોરના ડબ્બામાં પૂરતી સંભાળ રાખવામાં આવતી નથી, અને…