GCAS એડમિશન પ્રક્રિયામાં 32%નો ઉછાળો: 2.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું પ્રવેશ, વિશેષ તબક્કો પણ જાહેર
ગાંધીનગર, સંજીવ રાજપૂત:રાજ્યમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સર્વગ્રાહી બનાવવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલ **GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)**ની કામગીરી દિવસેને દિવસે વધુ સકારાત્મક પરિણામ આપી રહી છે. આ સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS પ્રવેશ પ્રક્રિયાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક…