કાઠિયાવાડ દરિયામાં મડ ક્રેબનું કુદરતી નિવાસસ્થાન પુનઃસ્થાપિત: કામધેનું યુનિવર્સિટી ફિશરીઝ સંશોધન કેન્દ્રની સફળતા
ઓખા, 6 ઑક્ટોબર, 2025: કાઠિયાવાડ દરિયાકાંઠાના દરિયાઈ જૈવ પર્યાવરણમાં મહત્વપૂર્ણ પ્રાણી મડ ક્રેબ (કાદવ)ના સંરક્ષણ માટે કામધેનું યુનિવર્સીટી ફિશરીઝ સંશોધન કેન્દ્ર, ઓખા ખાતે એક અનોખી અને મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. અહીંની મરીન હેચરીમાં ઉત્પન્ન કરેલા મડ ક્રેબના બચ્ચાંને મરીન નેશનલ પાર્ક, પોશીત્રાના દરિયામાં છોડવામાં આવ્યા, જેથી પ્રાકૃતિક જૈવિક સંતુલન જળવાઇ રહે અને આ…