રાધનપુરમાં UGVCLની બેદરકારીથી લોકોના જીવ જોખમમાંઃ મસાલી રોડ પર જીવંત વાયરોના કારણે અકસ્માતની રાહ – ૧૫ વર્ષથી ઉકેલ વિના લટકતી વીજ વ્યવસ્થા સામે જનતા ભભૂકી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વીજ વિભાગની બેદરકારીના બનાવો છેલ્લા કેટલાંક સમયથી સતત વધતા જઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)ના તંત્રની ઉદાસીનતા અને પ્રજાસુરક્ષાની અવગણનાના કારણે હવે શહેરના નાગરિકો જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થનારા મુસાફરો પણ જીવના જોખમ વચ્ચે જીવતા થયા છે. તાજેતરમાં મસાલી રોડ પર સરસ્વતી સોસાયટીની સામે બનેલી ઘટના…