‘નલ સે જલ’ કૌભાંડનો મોટો ઘટસ્ફોટ : મહિસાગરમાં ભાજપના હોદ્દેદારોની સંડોવણી, યુવા ભાજપ પ્રમુખ ચિરાગ પટેલ પર આરોપ, સીઆઈડી ક્રાઈમની કાર્યવાહીથી રાજ્ય રાજકારણમાં હાહાકાર
મહિસાગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા ભારે કૌભાંડનો પર્દાફાશ થતા માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના રાજકારણમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં ગોટાળા અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં રહ્યા હતા, પરંતુ હવે સત્તાવાર રીતે સીઆઈડી ક્રાઈમે કાર્યવાહી હાથ ધરતા ભાજપના હોદ્દેદારોના નામો સામે આવતા રાજકીય વલયમાં ભારે ચર્ચા…