જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી.

જામનગર તા.૧૯ એપ્રિલ, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવા, બ્રાંચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત … Read more

અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ … Read more

મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા.

ભુજ, સંજીવ રાજપૂત: કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ તાલુકાના મિરઝાપર ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો. તા. ૧૯થી ૨૨ એપ્રિલ સુધી ચાલનારા આ હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન એગ્રોસેલ, અદાણી ફાઉન્ડેશન, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(નર્મી) અને કચ્છમિત્ર સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.‌ કૃષિ મેળાનો … Read more

જામનગરના મહિલા પોલીસ સ્ટેશન મહિલા પોલીસ કર્મચારી અને તેના પતિના અવસાન બાદ તેની એક વર્ષની પુત્રીને પોલીસ વિભાગની આર્થિક સહાય

એસ.પી. શ્રી ની હાજરીમાં બાળકીના સ્વજનોને પોલીસ વિભાગ દ્વારા એકત્ર કરાયેલું રૂપિયા ૭.૧૧ લાખનું અનુદાન અર્પણ કરાયું જામનગર તા ૧૮, જામનગરના મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન જોગેશભાઈ નકુમ, કે જેઓનું ગત વર્ષે હ્રદય રોગનો હુમલો આવી જતાં અવસાન થયું હતું, અને તેના વિયોગમાં ત્યારબાદ તેણીના પતિ જોગેશભાઈ નું પણ અવસાન થતાં … Read more

બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ: હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રા, કલેક્ટર-એસપીએ ધ્વજારોહણ કર્યું.

જામનગરના છોટી કાશી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આજે અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર વદ-5ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુએ ધ્વજાની પૂજા કરી મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું. … Read more

જેતપુરમાં આંગડીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ

મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત રવી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ: જેતપુર સીટી પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરી. જેતપુરમાં આંગળીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ પોલીસે પકડી પાડયું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત જેતપુરના વી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી પીઆઈ એફ.એ.પારધીની રાહબરીમાં … Read more

“વિકાસ ભી, વિરાસત ભી” : જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

જામ રણમલજીએ બંધાવેલ તે સમયની ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત : અગાઉ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો : ભુજીયા કોઠાના નિર્માણમાં ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો : હાલ અંદાજે રૂ.૨૩ કરોડના ખર્ચે ૧૭૩ વર્ષ જુના ભુજીયા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ ખંભાળિયાના દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ … Read more