કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય માટે રાજ્ય સરકાર સક્રિય — મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાત મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, જિલ્લા-જિલ્લાની સ્થિતિની વિગતવાર સમીક્ષા
ગાંધીનગર, તા. ૪ નવેમ્બર — રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે, અને તેના ગંભીર પ્રભાવને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તંત્રને સક્રિય કર્યું છે. ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ જાતે જ કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત…