દ્વારકાધીશ મંદિરે દર્શનના નામે ઉઘાડી લૂંટ? કથિત VIP દર્શન એપ સામે કાર્યવાહી કરવા માંગ, જિલ્લાની સાઇબર ક્રાઈમ શાખામાં લેખિત રજુઆત
દેવભૂમિ દ્વારકા: શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડતી તેમજ દર્શન વ્યવસ્થામાં તંત્રને બાયપાસ કરીને મોટી રકમ વસૂલવાનો કથિત કૌભાંડ સામે આવતા સમગ્ર તીર્થનગરમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે. દેશભરના 32થી વધુ પવિત્ર તીર્થસ્થાનોને કથિત રીતે કવર કરતી એક ચોક્કસ એન્ડ્રોઈડ એપ્લીકેશન તથા વેબ પોર્ટલ મારફતે વ્યકિત દીઠ મસમોટા ચાર્જ સાથે VIP દર્શન કરાવાની ખોટી સુવિધા પ્રચારાત થઈ…