સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોની જર્જરિત હાલત સામે CYSSનો હલાબોલ – વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ માટે તાકીદે પગલાં ભરવાની માગ
સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. વરસાદના મોસમમાં ભવનોની ક્ષયાવસ્થા ખુલ્લા ચોપડા જેમ સામે આવી છે. છતમાંથી પોપડા ખસી પડવાં, દીવાલોમાં ભેજ આવવો, વીજવાયર ભીંજાઈ જતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાવા જેવી ઘટનાઓ ઘટી રહી છે. CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી માટે હલાબોલ…