જામનગર જિલ્લામાં ડેમનાં દરવાજા ખોલાતા એલર્ટ જાહેર: પ્રશાસન ચેતવણીઓ સાથે સતર્ક
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને પગલે ડેમો, તળાવો અને જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ગયા છે. જેના કારણે જિલ્લાની વિવિધ નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. સુરક્ષા અને જનહિતને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પ્રશાસન અને જળસંપત્તિ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતાં અનેક ડેમનાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં…