ગુજરાતમાં ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ – બાળકના ભણતરમાં એક મોટું પરિવર્તન
ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓમાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું (Holistic Assessment Framework) અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-શાળા શિક્ષણ (NCF) ના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે….