વસઈ-વિરારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થઈ: ૩૨ પરિવારો એક રાત્રે બેઘર બન્યા, તંત્રની બેદરકારી સામે રહેવાસીઓનો આક્રોશ
વસઈ-વિરારઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલ વસઈ-વિરાર વિસ્તારમાં ફરી એક વાર જર્જરિત ઇમારતોના જોખમની ચેતવણી વાસ્તવિક દુઃખદ ઘટનામાં ફેરવાઈ છે. શુક્રવારની સાંજે વિરાર (પૂર્વ) ના ગાવડાવાડી વિસ્તારમાં આવેલી “પંચરત્ન” નામની ચાર માળની જૂની ઈમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટના પછી ૩૨ પરિવારો એક રાત્રે ઘરવિહીન બની…