જામનગર સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા ઓરલ હાઈજીન ડેની ઊજવણી: દંત સ્વાસ્થ્ય જાગૃતિ માટે બે દિવસીય કાર્યક્રમ, મોરકંડા શાળામાં કેમ્પ યોજાયો
ભારતીય દંતચિકિત્સાના પાયારૂપ વ્યક્તિ અને પેરિયોડોન્ટોલોજીની ભારતીય સંસ્થાના સ્થાપક ડૉ. જી.બી. શંકવલકરની જન્મજયંતિ નિમિતે દેશભરમાં દર વર્ષે ૧ ઑગસ્ટે ઉજવાતા ઓરલ હાઈજીન ડે ના પ્રસંગે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા બે દિવસીય વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ મૌખિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને દંતરોગોથી બચવાના માર્ગદર્શનો આપવાનો રહ્યો…