ટમેટાના બજારમાં ભારે વરસાદથી ઉથલપાથલ : ભાવ અડધા થયા, દિવાળી સુધી સપ્લાય અછતથી ફરી વધી શકે કિંમતો
ભારતનું કૃષિ અર્થતંત્ર હવામાન પર આધારિત છે, અને એનું તાજું ઉદાહરણ ટમેટાના ભાવમાં જોવા મળી રહ્યું છે. ગણેશોત્સવ પછી સતત પડતા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. પરિણામે ટમેટાના ભાવ અચાનક અડધા થઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં ટમેટા ૧૦ થી ૧૬ રૂપિયા કિલો મળી રહ્યા છે, જ્યારે રીટેલ બજારમાં ૨૦ થી ૪૦…