જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક: “ટીમ જામનગર”ના સંકલિત પ્રયત્નો વડે લોક પ્રશ્નોના ઝડપી નિવારણની દિશામાં કાર્યરત તંત્ર
જામનગર જિલ્લામાં લોકોની રોજિંદી સમસ્યાઓનું ઝડપી નિવારણ થાય અને વિવિધ વિકાસ કાર્યોમાં ઝડપ આવે તે માટે રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્ત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પદાધિકારીઓ ઉપરાંત…