પોરબંદર પર્યાવરણ વિભાગના નાયબ ઇજનેર રાજેશભાઈ ચૌહાણ રૂ. 1.25 લાખની લાંચ લેતા ACBના જાળમાં: દર મહિને રૂ. 25 હજાર “માથું નહીં ઊંચકાવા” ની લાંચ માંગતો હતો
પોરબંદર, સંજીવ રાજપૂત:ભ્રષ્ટાચાર સામે લડી રહેલી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે આજે એક વધુ સરકારી અધિકારીને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો છે. પર્યાવરણ વિભાગના નાયબ ઇજનેર શ્રી રાજેશભાઈ ચૌહાણને પોરબંદર P.C.B. ઓફિસમાંથી ₹1.25 લાખની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. આ લાંચ ડેરી યુનિટમાંથી દર મહિને રૂ. 25,000 માંગીને પાંચ મહિના માટે કુલ રૂ. 1.25…