દશેરા મેલાવડામાં શિવસેનાના બે જુથ : એકનાથ શિંદે એસી ડોમમાં તો ઉદ્ધવ ઠાકરે કાદવમાં – શક્તિપ્રદર્શનનું રાજકીય મેદાન ગરમાયું
મુંબઈ :દશેરા એટલે કે શિવસેનાના રાજકીય પંચાંગનો સૌથી મહત્ત્વનો દિવસ. બાલાસાહેબ ઠાકરેના સમયથી શરૂ થયેલો શિવસેનાનો દશેરા મેળાવડો માત્ર ધાર્મિક કે પરંપરાગત જ નથી, પરંતુ રાજકીય શક્તિપ્રદર્શનનું મંચ પણ રહ્યો છે. વર્ષોથી દાદરના શિવાજી પાર્કમાં યોજાતો આ મેળાવડો, હવે શિવસેનાના ફાડા બાદ નવી જ રીતે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ…