મુંબઈ-મહારાષ્ટ્રમાં મોસમનું મહાઘેરુ : રેડ અલર્ટ વચ્ચે પૂરગ્રસ્તોને દિવાળીઅગાઉ સહાયની ખાતરી
મહારાષ્ટ્રનું હવામાન છેલ્લા કેટલાંક દિવસથી ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની બારખાંભર આફત બનીને વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એવો થાય છે કે દિવસ દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા…