અધિકારીઓની અવગણન સામે માંગણી: પરિપત્ર હોવા છતાં નોટરી કરાવવી ફરજિયાત બનાવતા અરજદારો હેરાન
ગાંધીનગર / દ્વારકા –ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાતિ દાખલાની પ્રક્રિયા સરળ બનાવવા માટે વર્ષોથી વિવિધ પરિપત્રો જાહેર કરાયેલા હોવા છતાં, તલાટીમંત્રી અને મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તેનું પાલન ન થતાં અનેક અરજદારો હેરાન પરેશાન થવાની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા જિલ્લાના સામાજિક કાર્યકર અને શિક્ષક માનેક આલાભા ખાંટ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી અને ગાંધીનગર સચિવાલયમાં લેખિત રજૂઆત…