કચ્છમાં કરોડોના રોકાણ કૌભાંડનો ભાંડો ફોડઃ હજારો રોકાણકારોને લૂંટનારી ખાનગી કંપનીનો મેનેજર ઝડપાયો
ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર મોટાપાયે ફાઈનાન્સીયલ કૌભાંડ સામે આવ્યું છે. રોકાણકારોને “મોટા નફા” અને “ઉચ્ચ વ્યાજ”ના સપના દેખાડી કચ્છના ભુજ તથા ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાંથી અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ રોકાણકારોને લૂંટનારી ખાનગી કંપની સામે પોલીસ દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજિત ૩૦ થી ૩૫ કરોડ રૂપિયાનું આ ફુલેકું ફાટતાં, અનેક પરિવારોની મહેનતની કમાણી…