રાધનપુર વોર્ડ નં. 1 માં ગંદકી મુદ્દે વિસ્ફોટ – ટ્રેક્ટરભર કચરો લઈ નગરપાલિકા ઓફિસે પહોંચ્યા રહીશો, તંત્રને કડક ચેતવણી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગંદકીનો મુદ્દો નવો નથી, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે હવે આ સમસ્યા લોકોના સહનશક્તિના પાર પહોંચી ગઈ છે. ખાસ કરીને વોર્ડ નં. 1 અર્ગોસર તળાવ વિસ્તારમાં ગંદકીના ઢગલા, મચ્છરો, દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિક રહેવાસીઓનું જીવન દુશ્ચિંતામાં ફેરવાઈ ગયું છે. અનેકવાર રજૂઆતો છતાં નગરપાલિકા કાનમાં તેલ નાખી સૂઈ ગઈ હોય તેવી…