હારીજના રાવળ ટેકરા વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલી પાણી વિહોણી હાલત: સ્થાનિકોની ફરી એકવાર નગરપાલિકામાં રજૂઆત, કન્ટ્રાક્ટરને અંતિમ ચેતવણી
ગુજરાત સરકાર ભલે “નલ સે જલ” યોજનાના માધ્યમથી દરેક ઘરને પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરતી હોય, પરંતુ હકીકત હારીજના વોર્ડ નં. ૪ના રાવળ વાસ ટેકરા વિસ્તારમાં અલગ જ તસવીર પેશ કરે છે. છેલ્લા ચાર વર્ષથી અહીં પીવાનું પાણી નિયમિત રીતે ઘરઘર પહોંચતું ન હોવાને કારણે લોકો પૈસા ખર્ચી ટેન્કર દ્વારા પાણી ખરીદવા મજબૂર બન્યા છે….