હાપા યાર્ડમાં મગફળીની મોસમનો તાપ! – હજારો ખેડૂતોની ધસમસ, 200 વાહનોની કતાર અને ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તેવી ઉગ્ર માંગ
જામનગર : હાલ જામનગર જિલ્લાના કૃષિ ક્ષેત્રમાં મગફળીની આવકનો સમય જોરશોરથી ચાલી રહ્યો છે. પરંતુ આ વર્ષે હવામાનની અનિશ્ચિતતા અને બજારમાં ભાવના ઉતાર-ચઢાવ વચ્ચે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડની બહાર મગફળી લઈને આવેલા ખેડૂતોની અવિરત કતારો જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો ગઈ કાલ બપોરથી જ પોતાના ટ્રેક્ટર, ટેમ્પો અને ટ્રકમાં ભરેલી…