ભાદરા નજીક ગૌહત્યાનો કાળો ખેલ બહાર! — ગૌરક્ષક ટીમ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ગાયો ભરેલી બોલેરો ઝડપાઈ, એક આરોપી કાબૂમાં
જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ફરી એકવાર ગૌહત્યાના અંધકારમય રેકેટનો પર્દાફાશ થયો છે. ભાદરા ગામ નજીક ગાયો ભરેલી બોલેરો ગાડી ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લાલપુર તાલુકાના ખડખંભાળિયા ખાતેથી ગાયો ગેરકાયદે રીતે માળીયા મિયાણા માર્ગેથી કતલખાને લઈ જવાતી હોવાની ચોક્કસ માહિતી ગૌરક્ષક ટીમને મળતાં પોલીસને સાથે રાખીને ધડાકેદાર કાર્યવાહી હાથ ધરાઈ હતી. 🚨 સૂચના…