મધ્યમ વર્ગ માટે મોટા રાહતના સમાચાર: તબદીલી પર હવે માત્ર ૨૦% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાશે, ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
ગાંધીનગર, તા. ૨૮ જૂન: રાજ્ય સરકારે મધ્યમ વર્ગના નાગરિકોને સીધી નાણાકીય રાહત આપે તેવા મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણયો હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીમાં ૮૦ ટકાની છૂટ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને તેઓ માટે ખુબ જ લાભદાયક સાબિત થશે, જેઓ રહેવાના મકાન કે ફ્લેટ કે અન્ય મિલકત સોસાયટી, એસોસિએશન કે નોન-ટ્રેડિંગ કોર્પોરેશન પાસેથી અલોટમેન્ટ લેટર…