હાલારનું ગૌરવ: 190 કિલો ચાંદીથી બનેલો “ચાંદીનો તાજિયો” — વિશ્વભરમાં પ્રસિદ્ધ તાજિયા જામનગરનું ધર્મ-સાંસ્કૃતિક આભૂષણ
જામનગર, તા.૨૮ જૂન: ઇસ્લામી કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમની શરૂઆત સાથે સમગ્ર વિશ્વમાં જ્યાં કરબલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ અપાય છે, ત્યાં જામનગર શહેરમાં એક અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું ભવ્ય પ્રતિબિંબ બની રહે છે – 190 કિલો ચાંદીથી બનેલો “ચાંદીનો તાજિયો”. માત્ર હિન્દુસ્તાન નહીં, પણ વિશ્વના નકશા પર તાજીયાના મહિમા માટે જામનગરના નામે એક આગવી ઓળખ…