કામરેજ પોલીસ સ્ટેશનમાં PI ચાવડાની વિદાય — શું ખરેખર એક અધ્યાય પૂરું થયો કે હવે ખુલશે ભ્રષ્ટાચારના પરદાફાશના દ્વાર?
કામરેજ:સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક એવી ઘટના બની છે, જે માત્ર એક સરકારી બદલી તરીકે જોવામાં આવી શકે તેમ નથી. પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ચાવડાની બદલી સાથે યોજાયેલ વિદાય સમારંભે એક ગંભીર ચર્ચાનો મુદ્દો ઉભો કર્યો છે. સરકારી દસ્તાવેજોમાં આ એક નિયમિત વહીવટી પ્રક્રિયા ગણાતી હોય, પરંતુ સ્થાનિક જનતા, પત્રકાર વર્તુળો અને સામાજિક કાર્યકરોમાં…