જામનગર શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો વેચાણ સામે મનપાની કડક કાર્યવાહી : 15 હજાર કિલો ઘાસચારો જપ્ત, રૂ.11,500 નો દંડ વસૂલ
જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ ઘાસચારો વેચાણ કરતા ધંધાર્થીઓ વિરુદ્ધ હવે મનપા દ્વારા સખ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી અને શહેરના ટ્રાફિક તેમજ સ્વચ્છતાના પ્રશ્નોને ધ્યાને રાખીને મનપાના કમિશ્નરની સૂચના પ્રમાણે અને નાયબ કમિશ્નર તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શુક્રવારના રોજ…