સર્વના કલ્યાણ માટે વપરાતી શક્તિ – માતાજીનું છઠ્ઠું સ્વરૂપ શ્રી કાત્યાયિની અને નવરાત્રિના ઉપવાસનું વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક મહત્ત્વ
શક્તિની આરાધના અને માનવજીવનનો વિકાસ નવરાત્રિ એ આપણા જીવનની એવી ઋતુ છે, જ્યાં ભક્તિ, ઉપાસના, સંસ્કૃતિ અને શાસ્ત્રીય તત્ત્વોનું સુંદર સંકલન જોવા મળે છે. નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના દ્વારા એક સામાન્ય માનવી પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ, માનસિક શાંતિ અને શારીરિક શક્તિનો અનુભવ કરી શકે છે. દરેક સ્વરૂપમાં એક વિશેષતા છે, એક સંદેશ…