ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા
ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ –રાજ્યભરના મહાનગર વિસ્તારોમાં પવન, વરસાદ અને ભારે વાહનવહનને કારણે નુકશાન પામેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચના પરથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ ગુજરાતની ૧૭ મહાનગરપાલિકાઓમાં ૬૫૯ કિ.મી. લાંબા બિસ્માર રસ્તાઓમાંથી ૫૭૭ કિ.મી.ના માર્ગોનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે….