પૂરગ્રસ્ત મરાઠવાડાની સહાય માટે આગળ આવ્યા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે : ધારાશિવમાં ખેડૂતોને મદદની ખાતરી
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા અભૂતપૂર્વ વરસાદે મરાઠવાડા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. વરસાદની અનરાધાર ઝાપટાંથી નદી-નાળા ઊફાં મારવા લાગ્યાં, અનેક ગામો પૂરનાં પાણીને લીધે ઘેરાઈ ગયાં અને હજારો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. કુદરતી આ આપત્તિ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે ધારાશિવ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. ત્યાં તેમણે ખેડૂતો અને સામાન્ય…