મોરબીના લોકપ્રિય ચહેરા વસંતભાઈ વ્યાસને ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ પદે વરણી – સામાજિક સેવા અને રાજકીય સમર્પણને મળ્યો સન્માન
મોરબી: સામાજિક સેવા, વ્યાવસાયિક પ્રગતિ અને રાજકીય સમર્પણનું અનોખું સંયોજન ધરાવતા મોરબીના જાણીતા વ્યક્તિત્વ વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બક્ષીપંચ મોર્ચાના જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક બાદ મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને વિવિધ સમાજો, સંગઠનો તથા ચાહકવર્ગ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી…