આયુર્વેદ લોકો માટે – પૃથ્વીના કલ્યાણાર્થે : આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા આયુર્વેદ દિવસ નિમિત્તે સફળ કાર્યક્રમોની શ્રૃંખલા, સંશોધનથી લઇ ટેક્નોલોજી સુધી સર્વાંગી વિકાસ તરફ અભૂતપૂર્વ યાત્રા
ભારતની પ્રાચીન વારસામાં સ્થાન પામેલ આયુર્વેદ માત્ર એક વૈદ્યક પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની કલાનું વિજ્ઞાન છે. મનુષ્યથી માંડીને પ્રાણી સુધી, પર્યાવરણથી માંડીને ટેક્નોલોજી સુધી અને શરીરથી માંડીને મનસ્વસ્થતા સુધી સર્વાંગી કલ્યાણનું દિશાનિર્દેશન આયુર્વેદ આપે છે. દર વર્ષે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ માત્ર ભારતીય સમાજ…