PATAN: પાટણમાં આધાર કાર્ડ કેન્દ્રમાં ફિંગર પ્રિન્ટ ના મળતા અરજદારોને હાલાકી

PATAN: પાટણમાં આધાર કાર્ડ કેન્દ્રમાં ફિંગર પ્રિન્ટ ના મળતા અરજદારોને હાલાકી: પાટણના આધારકાર્ડ કેન્દ્રમાં 50% અરજદારો પાછા જતા હોવાનું ઉઠી બૂમ. નેટની ગતિ ધીમી રહેતા અરજદારોની ફિંગર પ્રિન્ટ ના મળતા પ્રશ્નો સર્જાયા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-    ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-    ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ    કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-    યુ ટ્યુબ

મહત્વના    સમાચારો આપના સંપર્કમાં જોડાવા માટે અમારા વોટ્સએપ રૂપમાં:-    ક્લિક કરો

પાટણ ખાતે આધાર કાર્ડ કઢાવવા અને અપડેટ કરાવવા માટે લોકોનો ઘસારો પાટણ મામલતદાર કચેરી ખાતે સતત વધી રહ્યો છે
ત્યારે લોકોને કલાકો સુધી લાઈનમાં  ઉભા રહ્યા પછી પણ આધાર કાર્ડ અપડેટ ના થતા કે નવું ના નીકળી શકતા પાછા જવું પડી રહ્યું છે. ત્યારે આધાર કાર્ડ કાઉન્ટર વધારવા જોઈએ તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
પાટણમાં આયુષ્માન કાર્ડ સહિત અન્ય યોજનાઓ તેમજ ઓળખ માટે આધાર કાર્ડ હવે પ્રાથમિક દસ્તાવેજ બની ગયું છે
ત્યારે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડ અપડેટ કરાવવા જરૂરી બન્યા છે આયુષ્યમાન કાર્ડ તેમજ અન્ય યોજના લાભ માટે આધાર
કાર્ડ અપડેટ કરાવવાની લોકોને જરૂર પડી રહી છે ત્યારે પાટણ મામલતદાર કચેરી ખાતે સવારથી લોકોની લાઇનની કતારો લાગી
હતી અને મહિલાઓ લાઈનમાં ગોઠવાઈ હતી પાટણ ઉપરાંત અન્ય તાલુકાના કાર્ડ પણ અપડેટ કરવા માટે અરજદારો આવ્યા
હતા. જોકે નેટ કનેક્ટિવિટી ઓછી મળતા કે ધીમી રહેતી હોવાના કારણે પૂરેપૂરા તમામ લોકોને કાર્ડ અપડેટ કરી શકાતા નથી
ત્યારે આધાર કાર્ડ કેન્દ્રના કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ  દરરોજ 200 જેટલા અરજદારો આવતા રહે છે જોકે તેમાં 50%
લોકોના કામ થઈ શકતા હોય છે. ફિંગર ના આવવી જેવા કારણથી પણ અરજદાર પાછળ વધારે સમય જતો હોય છે તેવું અત્રેથી આધાર કાર્ડ કેન્દ્ર દ્રારા જાણવા મળી રહ્યું છે………..!
cradmin
Author: cradmin

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ