પાટણ : પાટણના ડો. જયેશ રાવલે જણાવ્યા જીવલેણ બીમારીના લક્ષણો અને ઉપાયો: વિશ્વ કેન્સર દિવસ દેશમાં દર વર્ષે 15લાખ કેન્સરના દર્દી નોંધાય છે,
સમગ્ર વિશ્વમાં 04 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત 1993માં સ્વિટ્ઝરલેન્ડથી કરવામાં આવી હતી. આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.
દેશ માં 2020 ના અકડા બતાવે છેકે 15લાખ લોકો ને કેન્સર આવે છે.જેમાંથી 8લાખ લોકોની ગમે તેવી સારવાર બાદ પણ મોત થાય છે એટલે હિન્દુસ્તાનમાં 9 માંથી એક વ્યક્તિ ને કેન્સર થવાની શક્યતા તેમના લાઈફ ટાઈમ માં રહેલી છે. ત્યારે પાટણ શહેરમાં છેલ્લા 26 વર્ષથી કેન્સરના દર્દીઓની સારવાર કરનાર કેન્સર રોગના નિષ્ણાત ડો જયેશ રાવલ સાથે વાતચીત કરી હતી. જેમાં ડોક્ટર જયેશભાઈ રાવલ દ્વારા કેન્સર કેવા પ્રકારના હોય છે, કેન્સર શાના કારણે થતા હોય છે અને કેન્સરમાં કયા પ્રકારે અવર નેશ લાવી શકાય તે માટે લોકોને માહિતગાર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
કેન્સર સર્જન ડોક્ટર દ્વારા પાંચ પ્રકારના વિવિધ કેન્સર વિશે જણાવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર, ગળાનું કેન્સર આમ વિવિધ પાંચ કેન્સર વિશે માહિતી અપાઈ હતી જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોઢાનું કેન્સર વધારે પ્રમાણમાં થતું હોય છે જેનું કારણ જણાવતાં તેમને જણાવ્યું હતું કે તંબાકુ, આલ્કોહોલ અને શારીરિક રીતે તંદુરસ્ત ન હોઈએ ત્યારે મોઢાનું કેન્સર થતું હોય છે ડોક્ટર જયેશભાઈ રાવલ દ્વારા તેમની હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસ થી ત્રણ મહિના વિઝા પર આવેલ ઇન્ટરનેશનલ સાઉથ આફ્રિકાના ઘાનાના 12વર્ષ ના દર્દી પ્રિન્સ એનથોની ને ગળાના કેન્સરમાંથી ઓપરેશન દ્વારા સાજો કરવામાં આવ્યું હતો જે પાટણ મેડિકલ ક્ષેત્રે ખુબ સરાહ નિયમ બાબત કહેવાય જેના કારણે મેડિકલ ક્ષેત્રમાં આપણા પાટણ વધુ એક વખત નામ રોશન કર્યું છે.
ડો.જયેશ રાવલે જણાવ્યું હતું કે,આજે કેન્સરને અસાધ્ય કહેવું ખોટું હશે, પણ કેન્સરથી થનાર નુકશાન કેટલીક વાર સામાન્ય વ્યક્તિનું જીવન સમાપ્ત કરી નાખે છે. કેન્સરની જાણ બાયોપ્સી નામના ટેસ્ટ પરથી થાય છે. તંબાકુનો ઉપયોગ કેન્સરનું સૌથી મહત્વપૂર્ણ જોખમી પાસુ છે. લગભગ મોટા પ્રમાણમાં કેન્સરથી થનાર મોત માટે તંબાકુ જવાબદાર છે.
કેન્સરના પ્રકાર
જણાવતાં ડો.જયેશ રાવલ કહ્યું કે, આમ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે સૌથી વધુ સામે આવે છે તેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવસનું કેન્સર, બોન કેન્સર, મોઢાનું કેન્સર અને ફેંફસાના કેન્સરનો સમાવેશ થાય છે. ત્યારે કોઈ પણ પ્રકારના કેન્સર મટાડવા માટે સમયસરનું નિદાન અને તેની સારવારથી કેન્સર પર વિજય મેળવી શકાય છે. પરંતુ મોટા ભાગ ના લોકો બે સ્ટેજ પછીજ સારવાર માટે આવતા હોય છે.
કેન્સરના લક્ષણો ડો.જયેશ રાવલે જણાવ્યુ કે, શરીરના કોઈ પણ ભાગમાં ગઠ્ઠો લાગે કે ગળવામાં મુશ્કેલી જણાય, પેટમાં સતત દુ:ખાવો થવો, વાગેલો ઘા ન રૂઝાવો, ત્વચા પર નિશાન પડવા, માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવો થવો, કફ અને છાતીમાં દુ:ખાવો થવો, થાક અને નબળાઈ અનુભવવી, નિપ્પલમાં ફેરફાર થવા અને શરીરનાં વજનમાં અચાનક વધઘટ થવી જેવાં લક્ષણો મહત્વના ગણી શકાય છે.
કેન્સરથી બચવાના ઉપાયો ડો જયેશ રાવલે વાતચીતમાં કેન્સરથી બચવાના ઉપાયો જણાવતાં કહ્યું હતુ કે, કેન્સરથી બચવા માટે આલ્કોહોલનું સેવન ન કરવું, રેડિયેશનના સંપર્કથી દુર રહેવુ, તમાકુ અથવા ગુટખાનું સેવન, બીડી-સીગારેટનું સેવન ન કરવું. આ ઉપરાંત જો તમને કોઇ લક્ષણો જણાય તો સમયસર નિદાન કરાવવા અપીલ કરી હતી. ડૉ જયેશ રાવલ સાથે ની મુલાકાત દરમયાન
એનેસથે્ટિક ડૉ રાઠૉડ સાહેબ અને રોટરી કલબ ના
સેવાભાવી, મહેનતુ અને કર્મનિષ્ઠ સભ્ય શ્રી
બાબુભાઇ પ્રજાપતિ એ ઉપસ્થિત રહી પ્રશ્નોતરી
માં ભાગ લીધેલ