Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : આકસ્મિક લીકેજના કારણે કનસુમરાના સ્વામિનારાયણ નગરમાં ફસાયેલા લોકોનો સ્થાનિક તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કર્યો

જામનગર : આકસ્મિક લીકેજના કારણે કનસુમરાના સ્વામિનારાયણ નગરમાં ફસાયેલા લોકોનો સ્થાનિક તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કર્યો: ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગેઈલ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન

જામનગર તા. 02 માર્ચ, જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ ગેસ લીકેજ, પાઈપલાઈન બ્રોકરેજ જેવા અકસ્માતના ગંભીર સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી કનસુમરા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના હાઇડ્રોકાર્બન પાઈપલાઈન ક્ષેત્રમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઈલ) અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાઈપલાઈન ક્ષેત્રમાં આકસ્મિક ગેસ લીકેજ અને ઓઈલ બ્રેકીંગના કારણે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિકો ફસાયા હતા. આકસ્મિક લીકેજના પગલે તેઓને ઈજા પહોંચી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ઉપરોક્ત ઘટનાની જાણ થતાં જ જામનગર મનપા ફાયર બ્રાન્ચ, સ્થાનિક આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહિવટી તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આધુનિક સંસાધનો સાથે સુસસજ જવાનો અને મેડિકલ ટીમ દ્વારા ઘટના સ્થળ પર ઈજા પામેલા ઈજાગ્રસ્તોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 સેવાની મદદથી વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને અંતમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ગેઈલ દ્વારા આ સમગ્ર બચાવ કામગીરીને ઓફસાઈટ મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ સમગ્ર મોકડ્રિલમાં શહેર પ્રાંત અધિકારી શ્રી ડી. ડી. શાહ, શહેર મામલતદાર શ્રી વી. આર. માંકડિયા, ઔધોગિક સુરક્ષા અને આરોગ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી કે. રાવલ, આઈ.ઓ.સી. ચીફ ઓફિસર શ્રી લલિત કુમાર રાઠોડ, ચીફ ફાયર ઓફિસર શ્રી કે. કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી સી. એસ. પાંડિયન, સ્ટેશન ઓફિસર શ્રી રાજુભા જાડેજા, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, 108 ઇમરજન્સી વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા હોમગાર્ડસ સહિતના વિભાગો જોડાયા હતા. તેમજ સમગ્ર કવાયતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Related posts

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા ના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટેના અલગ અલગ કુલ -૬ ગુન્હાઓમા

cradmin

જામનગર: જામનગર જિલ્લામાં ‘પોષણ પખવાડિયા’નો શુભારંભ

cradmin

રાજકોટ : ગોંડલ ના ધારાસભ્યના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!