Personal Loan : Pan Card વિના પણ પર્સનલ લોન મળી શકે છે: લોકોને ઘણીવાર પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. જોકે તેમની પાસે એટલા પૈસા હોતા નથી કે તે પોતાની જરૂરિયાતો પુરી કરી શકે. એવામાં લોકો બેંક્માંથી લોન લે છે જેથી પોતાની જરૂરિયાતોને પુરી કરી શકે. તો બીજી તરફ બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે. પર્સનલ લોન (Personal Loan) આપવા માટે પણ બેંકોને જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. જોકે ઘણીવાર એવી સ્થિતિ પણ જોવા મળે છે જ્યારે જેને લોન જોઇએ તેની પાસે પાન કાર્ડ અને સેલરી પણ હોતી નથી. જોકે પાનકાર્ડ અને સેલરી સ્લિપ ન હોવાની સ્થિતિમાં પન લોકોને પર્સનલ લોન મળી શકે છે.
Pan Card:
પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં ટેક્સપેયરની નાણાકીય જાણકરી હોય છે. આ ઉપરાંત પર્સનલ લોન માટે સંપૂર્ણપણે ડિજિટલ અરજીના મામલે પાનકાર્ડ અને આધાર ઓળખ અને નાણાકીય વિશ્વનીયતાને સત્યાપિત કરવા અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ટેક્સની જાણકારીને પ્રમાણિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે. જોકે કેટલાક કેસમાં પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના પણ લોન મળી જાય છે.
Security :
જો તમે કોઇપણ દસ્તાવેજ જમા કરાવી શકાતા નથી તો તમે તમારી કોઇ સંપત્તિને સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી શકો છો અને પર્સનલ લોન લઇ શકો છો.