Political : ઉત્તર ગુજરાત નુ ગૌરવ તલોદ-પ્રાંતિજના ધારાસભ્યશ્રી તેમજ રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર : રાજયમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી બાદ સાબરકાંઠાના તલોદ- પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો નવા મંત્રીમંડળમાં રાજય કક્ષાના પ્રધાન કરીને સ્થાન મળેલ એક દાયકા બાદ પ્રાંતિજ-તલોદના ધારાસભ્યને મંત્રી મંડળમાં ફરી સમાવેશ કરવામાં આવેલ તેઓને અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી બનાવ્યા હતા.
તલોદ પાસેના વકતાપુર ગામના રહિશ ગજેન્દ્રસિંહ ઉદ્દેસિંહ પરમાર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તલોદ -પ્રાંતિજ બેઠક પરથી ભાજપમાં વિજય મેળવ્યો હતો. વકતાપુર-ઉજેડીયા ગામના સરપંચ પદેથી તેમની રાજકીય કારકિર્દી શરૃ થઇ હતી. સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેકટર અને તલોદ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી. ભાજપમાં સંગઠન ક્ષેત્રે મહામંત્રી તરીકે પણ ગજેન્દ્રસિંહની વરણી થઇ હતી. તલોદ પ્રાંતિજ તાલુકામાંથી ભૂતકાળમાં કાયદા મંત્રી તરીકે વિનેન્દ્ર સિંહ ડી.ઝાલા બાદ જયસિંહ ચૌહાણએ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી.હવે આ બંને તાલુકાને પુનઃ રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મેળવી ચૂકેલા ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી પદે સેવા આપેછે .મંત્રી પરમારની પસંદગી ઓબીસી વર્ગ માંથી થઇ છે.ઉત્તર ગુજરાતના ઓબીસીમાંથી પસંદ કરાયેલા ત્રણ પૈકીના તેઓ એક છે. . ઉલ્લેખનીય છે કે તલોદ કોલેજને બે મંત્રીઓનું ગૌરવ મળ્યું છે
તલોદ આર્ટસ કોલેજ ના હિન્દી વિષયના અધ્યાપક ડો. કુબેરભાઇ ડિંડોરનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ થયેલ જેઓ સંતરામપુરના ધારાસભ્ય છે.તેજ રીતે તલોદ આર્ટસ કોલેજના હિન્દી વિષયના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રસિંહ પરમારનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થયેલ. તલોદ કોલેજને તથા પંથકને ગૌરવ પ્રદાન કર્યુ છે.