પોરબંદર : લાઠ ગામે દલિત પરિવાર ને વ્હારે આવ્યા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમના દ્વારા પરિવારના વારસદારો ને રૂ.12 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા.
માણાવદર તાલુકા નું ચૂડવા ગામમાં નદીમાં પૂર આવતા અકસ્માત સર્જાયો જેમાં ઉપલેટા તાલુકાના લાઠ ગામના દલિત સમાજના ત્રણ બહેનોના પરીવાર ને ચેક અર્પણ કર્યાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ઉપલેટા તાલુકાના લાઠ ગામે તા. ૦૨/૦૫/૨૦૨૩ના રોજ નદીમાં પૂર આવતા અકસ્માત સર્જાયો જેમાં દલિત સમાજના ત્રણ બહેનો શાંતાબેન રાજાભાઈ રાઠોડ, ભારતીબેન ગોવિંદભાઈ સોલંકી અને સંજનાબેન ગોવિંદભાઈ સોલંકીનું અવસાન થયું
જેની ગુજરાત સરકારને જાણ થતા તાત્કાલિક ધોરણે તેમના પરિવાર જનોને ચાર-ચાર લાખની સહાય આપવા સરકારશ્રીના પ્રતિનિધિ ધરાવતા એવા સાંસદ રમેશભાઈ ધડુક તથા તાલુકા વિકાસ અધિકારી તથા ગામના સરપંચ તથા સર્વે ગ્રામ જનો દ્વારા તે પરિવાર જનોને આશ્વાસન આપી ચેક અર્પણ કર્યા.
આજ થી ૩ દિવસ પહેલા માણાવદર તાલુકાના ચુડવા ગામે વરસાદ પડતાં નદીમાં પૂર આવેલ અને લાઠ ગામ થી મજુરી અર્થે ચુડવા ગયા હોય ત્યારે પૂર ઝડપે પાણી આવતા રીક્ષામાં બેઠેલા ૧૦ સભ્યો માંથી ૩ બહેનો પાણીમાં તણાયા હતાં
ત્યારે પરિવારના સભ્ય બાબુભાઇ સોલંકી દ્વારા લાઠ સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા ને જાણ કરતાં સરપંચ દ્વારા તુરંત પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને જાણ કરેલ અને સાંસદ શ્રી એ જુનાગઢ કલેક્ટર ને સૂચના આપી તંત્ર ને ચુડવા ગામે જઇ બચાવ રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી બચાવ કામગીરી દરમ્યાન ત્રણેય બહેનો મૃત્યુ પામ્યા હતાં
ત્યારબાદ સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર જનોને સાંત્વના આપવા લાઠ ગામે આવેલ અને ત્રણ જ દિવસમાં પરિવાર ને આર્થિક મદદરૂપ થવા ત્રણેય બહેનોના પરિવાર જનોને ચાર-ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરેલ અને કહ્યું કે મારાં લાયક કાંઈ પણ કામકાજ હોય ત્યારે કહેજો હરહંમેશ મારાં દ્વાર ખુલ્લા જ છે
સાંસદ રમેશભાઇ ધડુક એટલે ખરા અર્થમાં કહીએ તો પ્રજાના સાચા લોકસેવક..