Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગર જિલ્લામાં ‘પોષણ પખવાડિયા’નો શુભારંભ

જામનગર : જિલ્લામાં ‘પોષણ પખવાડિયા’નો શુભારંભ: જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પોષણ પખવાડિયાની ઉજવણીના અમલીકરણ માટે બેઠક યોજાઇ

જામનગર તા.23 માર્ચ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 20મી માર્ચ 2023 થી 3જી એપ્રિલ 2023 સુધી પોષણ પખવાડીયાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ત્યારે જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયા શુભારંભ થઇ ચુક્યો છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ -૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” જાહેર કરાતા ‘‘પોષણ પખવાડિયા’’ દરમિયાન મિલેટ (શ્રીધાન્ય)ના પોષક લાભો વિષે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ખાસ કરીને પોષણ- સુખાકારી માટે શ્રીધાન્ય(મિલેટ)નો પ્રચાર પ્રસાર અને લોક પ્રિયતા વધારવી, તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાળક સ્પર્ધાની ઉજવણી અને સક્ષમ આંગણવાડી પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.

પોષણ પખવાડિયાના પ્રથમ દિવસ તા. ૨૦/૦૩/૨૦૨૩નાં રોજ જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉજવણીનાં અસરકારક અમલીકરણ માટે જુદા-જુદા વિભાગો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા પોષણનાં શપથ લઇ પોષણ પખવાડિયાનો શુભારંભ કરવામાં આવેલ. તેમજ તમામ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા આઈ.સી.ડી.એસ.નાં લાભાર્થીઓ અને ગ્રામજનોને પોષણનાં શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Related posts

પાટણ: જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી શંખેશ્વર પોલીસ

cradmin

સુરત માં સોસાયટીની દિવાલો પર પેઇન્ટીંગ માટે સ્પર્ધા યોજાશે, પ્રથમ વિજેતાને રૂ.1 લાખ ઇનામ

samaysandeshnews

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની જામનગર મહાનગરને જનસુવિધા વૃદ્ધિ કામોની ત્રણ ભેટ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!