જામનગર : મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો
પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પરથી દવાઓ લેવાથી અમને આર્થિક ફાયદો થયો : મોનાલી કારેલીયા
જામનગરના મોનાલીબેન કારેલીયા જણાવે છે કે હું છેલ્લા ૬ વર્ષથી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની દવાઓનો ઉપયોગ કરું છું. પ્રેગ્નેન્સી વખતે હું ત્યાંથી દવાઓ લેતી અને મારા સાસુને ડાયાબિટિસ તેમજ બ્લડપ્રેશરની દવાઓ પણ અમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી લઈએ છીએ. આ સેન્ટર પર સસ્તી દવાઓ તો મળે જ છે સાથો સાથ સારી દવાઓ પણ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
હું અન્ય લોકોને પણ કહેવા માંગુ છું કે આ સેન્ટરો પરથી દવાઓ લેવી જોઈએ તેનાથી સ્વસ્થ્યમાં સુધાર આવે છે. અમે અગાઉ અન્ય જગ્યાઓ પરથી રૂ.૨૫૦૦માં દવાઓ લેતા હતા. પરંતુ આ કેન્દ્ર પરથી રૂ.૬૦૦માં દવા મળે છે. અમને રૂ.૨૦૦૦ જેટલો ફાયદો થાય છે. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો શરૂ કરવા બદલ મોનાલીબેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અન્ય લોકોને પણ આ સેન્ટર પરથી દવાઓ લેવા અપીલ કરી હતી.