Samay Sandesh News
લાઈફ કેર

Prime Minister Narendra Modi Twitter Followers Cross 70 Million Mark

[ad_1]

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં નહીં પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર હેન્ડલ પર 70 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદી દુનિયાભરમાં સૌથી વધારે ફોલો  કરવામાં આવતા નેતાઓમાંના એક છે અને તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ જાય છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ 2009માં શરૂ કર્યુ હતુ, તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2010માં તેમના એક લાખ ફોલોવર્સ હતા અને નવેમ્બર 2011માં તેમના ફોલોવર્સની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ હતી. પીએમ મોદી પોતાના ફોલોવર્સ સાથે જોડાવા અને રાજકીય નિવેદનો આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે.પોતાની ફેસબુક પ્રોફાઈલ અને યુટ્યુબ ચેનલની સાથે પીએમ મોદીનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, મહિલા સુરક્ષા અને અલગ અલગ અભિયાન માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો છે. તેમણે લોકોને કોરોના મહામારીના સમયે સરકારે લીધેલા નિર્ણયો વિશે લોકોને માહિતી આપવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. 2018માં એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં પીએમ મોદીને દુનિયાભરના ટોપના નેતાઓમાં જગ્યા આપી હતી.અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 129.8 મિલિયન ફોલોવર્સની સાથે આ યાદીમાં ટોપ પર છે. તેમના ઉત્તરાધિકારી અને પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પણ 84 મિલિયન ફોલોવર્સ હતા. પરંતુ ટ્વીટરે તેમના એકાઉન્ટ પર બેન લગાવ્યા બાદ પીએમ મોદી બીજા નંબર પર આવી ગયા હતા. તેવામાં બરાક ઓબામા બાદ ટ્વીટર પર પીએમ મોદીના સૌથી વધુ ફોલોવર્સ છે.

[ad_2]

Source link

Related posts

Health Tips: ખાલી પેટ વર્કઆઉટ કરવું કેટલું યોગ્ય, જાણો શું કહે એક્સપર્ટ

cradmin

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના, કેટલા ગામડા બન્યા સંપર્કવિહોણા?

cradmin

વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ફરીથી રાબેતા મુજબ શરુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!