રાજકોટ : રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ સુવિધાઓ નિહાળી “
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર સૌરાષ્ટ્રને બહુમુલ્ય ભેંટ અર્પણ કરતા આજે રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લુ મુકીને લોકાર્પિત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
વડાપ્રધાનશ્રીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લઇને વિવિધ સુવિધાઓ નિહાળી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રી સંજીવકુમારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને એરપોર્ટ ખાતે ઊભી કરવામાં આવેલ વિવિધ સુવિધાઓની વિગતવાર જાણકારી આપી સમગ્ર એરપોર્ટના વિકાસ અંગે તેમજ વિશેષતાઓ અંગે માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2534 એકર વિસ્તારમાં આકાર પામેલું, 3 કિ.મી. લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવતું આ એરપોર્ટ કોઇપણ સમયે 14 વિમાનોને સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ઉપરાંત રૂ. 1405 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન હાલના તબક્કે પ્રતિ કલાક 500 અને તેની ક્ષમતાના પૂર્ણ વિસ્તરણ બાદ 2800 પ્રવાસીઓનું સંચાલન કરી શકશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, સાંસદશ્રી સી.આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી શ્રી રાજીવ બંસલ, રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, રાજ્યના પોલીસવડાશ્રી વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી સહિતના અધિકારી તથા પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.