Samay Sandesh News
General Newsindiaગુજરાતજામનગરટોપ ન્યૂઝરાજકારણશહેર

જામનગર: જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો

જામનગર: જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો: જામનગર જિલ્લાની મહાનગર પાલિકાની કચેરીના પરિસરમાં કમિશનર કચેરી, વિભાગીય અધિકારીશ્રીની કચેરી અન્ય શાખા/કચેરીઓ આવેલી છે. જામનગર મહાનગર પાલિકાની કચેરી ખાતે લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવામાં આવે છે.
જેથી ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા મહાનગર પાલિકા કચેરીના પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે, જેના કારણે ઉકત કચેરીઓની કામગીરી ખોરવાય છે. તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે.
જેથી, જામનગર મહાનગર પાલિકા પરિસરમાં આવેલી કચેરીઓ/શાખાની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરીકોને અગવડતા ન થાય તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તે માટે જામનગર મહાનગર પાલિકા કચેરી તથા તેના 100
મીટરના પરિસરમાં ઉપવાસ, આંદોલન કે ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

ઉક્ત જાહેરનામામાં જણાવ્યા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી જામનગર મહાનગર પાલિકા કચેરી અને અન્ય કચેરી/શાખાના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવા કે આવી કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવા
પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક હુકમો આગામી તા.10/11/2023 સુધી અમલમાં રહેશે.

Related posts

શેર બજાર: શેરબજારમાં રજા: BSE, NSE આજે દશેરાના કારણે બંધ

cradmin

રાજકોટ : રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિશે માહિતી અપાઈ

samaysandeshnews

ધોરાજી શહેરામા સાત દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કર્યા બાદ સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!